ભાવનગરની 100 વર્ષ જૂની ગોદડીયા બાળશાળા
++++++++++++++++++++++++++
ભાવનગરમાં એક એવી બાળશાળા ચાલે છે. જેમાં આજનો આધુનિક સમય હોવા છતાં તેમાં નાના બાળકોને કોઈ ખાસ ડ્રેસ પહેરોનો આગ્રહ નથી. વોટર બેગ નથી.નાસ્તાનું બોક્સ નથી. ખૂબ વજનદાર દફતર નથી.છતાં આઠ વર્ષ સુધીની ઉંમરના બાળકો આનંદથી આજની તારીખે ભણી રહ્યા છે.
વાસ્તવિકતા એ છે કે દક્ષિણા મૂર્તિ બાળ અધ્યાપન મંદિર ને સો વર્ષ પૂરા થયા છે. ભાવનગર શિક્ષણ ધામ સંસ્કાર ધામ છે.તેની આ સૌથી મોટી સાબિતી છે.લોક ભારતી ગ્રામ્ય વિદ્યાપીઠ ના વાઈસ ચાન્સેલર વિશાલભાઈ ભાદાણીએ આજના સમયમાં દુનિયાભરના બાળકો કેવી રીતે ભણી રહ્યા છે તે દર્શાવતા ત્રણ અલગ અલગ વિડીયો રજુ કરેલા અને ભયમુક તથા ભાર મુકત આનંદદાય બાળક શિક્ષણ અંગે પોતાના વિચાર રજૂ કર્યા તો આ પ્રસંગે વડોદરાથી ખાસ આવેલા એમએસ યુનિવર્સિટીના ડોક્ટર નમિતા ભટ્ટે કહ્યું કે બાળકોને મુક્ત રીતે આનંદ થાય તેવી તે શિક્ષણ આપવું જરૂરી છે કચ્છથી આવેલા ડોક્ટર ચૈતાલીબેન ત્રિવેદી એ પોતાની બાળશાળામાં કેવી રીતે ભણાવવામાં આવે છે તે જણાવ્યું.કચ્છની આ બાળશાળામાં નવદંપત્તિ માટે ગર્ભાધાનથી માંડી બાળ જન્મ સુધી ભાવી માત પિતા માટે બાળ જન્મથી માંડી ત્રણ વર્ષ સુધીના બાળક માટે તથા ત્રણથી માંડી 8 વર્ષની ઉંમર સુધીના બાળકના માટેના તેમને કોર્સ તૈયાર કર્યા છે.અને સાવ નવતર પદ્ધતિ તેઓ બાળકોને શિક્ષણ આપી રહ્યા છે.
દક્ષિણા મૂર્તિ બાળ અધ્યાપન મંદિરના આચાર્ય વિપુલભાઈ વ્યાસે દુનિયાભરની બાળ રમતોનો અભ્યાસ કરીને કોઈ ન કરી શકે તેવું અદભુત કામ કર્યું છે. તેમણે 100 જેટલી રમતો પસંદ કરી અને તેનો તલસ્પર્શી અભ્યાસ કર્યો છે આ રમતોને આત્મસાત કરી છે તેના નિયમો જાણ્યા છે. અને તેમાંથી 91 રમતો બાળકો ને શીખવાડી છે. અને આ રમતો બાળકો આનંદથી રમી રહ્યા છે. હા રમો તો આ બાળકોને એટલો આનંદ આવે છે કે તને મોબાઈલ હાથમાંથી હેઠો મૂક્યો છે
આ એક ખૂબ મોટી સિદ્ધિ ગણી શકાય પ્રમુખ સ્થાનેથી બોલતા ડોક્ટર ટી એસ જોશી જણાવ્યું કે
જ્યાં સતત અવનવા પ્રયોગો થતા હોય ત્યાં તો મારે શીખવા માટે આવવું જોઈએ.!!તેમણે કહ્યું કે અહીં હવે આગામી સમયમાં નવદંપત્તિ માટેના ગર્ભધાન પછી ના અને જન્મથી ત્રણ વર્ષ સુધીના કોર્સ વહેલી તકે શરૂ કરવા જોઈએ. સો વર્ષ પહેલાની આ સ્કૂલનું નામ ગોદડીયા બાળશાળા કેવી રીતે પડ્યું તેનો રસપ્રદ ઈતિહાસ છે કે ઠંડીમાં ગિજુભાઈ પોતે વહેલી સવારે 5:00 વાગ્યે ગોદડું ઓઢીને આવતા હતા. એ સમયે ભાવનગર એટલુ વિકસિત ન હતું વાઘાવાડી રોડ પર વાડીઓ હતી માત્ર તખતેશ્વરનું મંદિર અને એક પારસી નો બંગલો જ હતા. સમગ્ર વિસ્તાર લીલો છમ હતો. વાઘજીભાઈ ની વાડી પરથી આ કાચા રસ્તા નું નામ વાઘાવાડી પડ્યું દક્ષિણા મૂર્તિની સામે આવેલી નાનકડી ટેકરી ને ગુલાબ ટેકરી નામ એટલા માટે આપવામાં આવ્યું કે અહીં ગુલાબના છોડ ઉછેરવામાં આવ્યા અને ગુલાબોને જતનપૂર્વક પાણી પાવામાં આવતું આ ગુલાબ ટેકરી એ ભાવનગરની સંસ્કાર ધામની આજે શાન બની ચૂકી છે. એક સમયે ભારતના સુવિચાર ચિત્રકાર રાજા રવિ વર્મા અહીં ટૂંક સમય માટે આવ્યા હતા અને અહીં રોકાઈને તેને જે અદભુત ચિત્રો બનાવ્યા તે આજની તારીખ જોવા મળે છે. અદભુત ચિત્રો મોતીબાગ મહેલમાં હતા તે આગમાં બળીને ભસ્મિભૂત થઈ ગયા. પીછલ્લા ની શાળામાં રાજા રવિ વર્માનાના ચિત્રો કોઈ લેભાગુ માણસોએ વેચી માર્યા.આજે સો વર્ષ પછી આ ગોદડિયા બાળ શાળાને યાદ કરવામાં આવી તે આપણા સૌ માટે ખૂબ આનંદની વાત ગણી શકાય. આ આ શાળાના રૂમમાં વડલા નીચે બેઠેલા દક્ષિણા મૂર્તિ દેવના દર્શન કરતા દિલમાં આનંદ આનંદ થઈ જાય છે ભાવનગરની આ સંસ્કારિતાને 100 - 100 સલામ કરવી ઘટે.
Suresh bhatt
સુરેશ ભટ્ટ
+++++++++++++
બે કોલમ
++++++
જે કંઈ છે તે ઈશ્વરની માયા સિવાય બીજું કશું જ નથી.!!
++++++++++
ટાઈમ એન્ડ સ્પેસ…. અદભુત વસ્તુ છે.. 450 પ્રકાશ વર્ષ દૂર આવેલા સપ્તર્ષિના તારામંડળ ઉપર ટાઈમ મશીન પર બેસીને ક્યાં જઈને પાછા આવીએ ત્યારે ધરતી પર સાડા ચારસો વર્ષ સુધી ગયા હોય.!! ધ્રુવનો તારો તે જ જગ્યાએથી નષ્ટ થાય તો સાડા ચારસો વર્ષ પછી આપણને ખબર પડે કે ધ્રુવનો તારો નાશ પામ્યો છે. માત્ર બે કે ત્રણ મિનિટના સ્વપ્નની અંદર માણસ વર્ષોના વર્ષો સુધીની જિંદગી જીવી જાય તેનો એક પ્રયોગ અમેરિકાના પેરાસાયકોલોજીના વૈજ્ઞાનિકોએ કર્યો
અમેરિકાના પેરાસાઇકોલોજી વૈજ્ઞાનિકોએ એક વ્યક્તિને હિપ્નોટાઈઝ કરીને ઓપરેશન થિયેટર માં સુવડાવી દીધો.તે સમય દરમિયાન તેના ગળા પર એક છરીથી સ્પર્શ કરવામાં આવ્યો, તેથી લોહીનું ટીપું બહાર આવ્યું. પછી વિજ્ઞાનીઓએ તેનું સંમોહન દૂર કર્યું, ઊંઘમાંથી જગાડી દીધો. આ પ્રયોગ થોડીક મિનિટોમાં થઈ ગયો હતો. તેમાંથી થોડીક સેકંડ સુધી તે માણસ ઊંધ્યો હતો અને એ સમય દરમિયાન એ વ્યક્તિએ લાંબુ સપનું જોયું હતું. યોગ અને પેરા સાઇકોલોજીના નિષ્ણાંત ડો. ડ્યૂપ્રેલ એ સ્વપ્ન વિષે લખે છે કે “
એ થોડીક સેકંડોના સપનામાં તેણે એક માણસનું ખૂન કર્યું હતું. એક મહિના સુધી છુપાતો રહ્યો. છેવટે પોલીસે તેને પકડી લીધો. તેના પર ખૂનનો કેસ ચાલ્યો અને ચુકાદો આવતાં બે અઢી વર્ષ લાગી ગયાં. ન્યાયાધીશે મૃત્યુદંડની સજા આપી અને ફાંસીએ ચડાવતાં તે જાગી ગયો.
વૈજ્ઞાનિકોનું કહેવું હતું કે આ પ્રયોગમાં તે માણસ પાંચ સાત સેકંડ સૂતો હતો. તે સમય દરમિયાન તેને માટે વરસોનો ઘટનાક્રમ વીતી ગયો. આ પ્રયોગ આઇન્સ્ટાઈનના સમયના સિદ્ધાંતના સત્યને ચકાસવા માટે કરવામાં આવ્યો હતો. તેઓ કહે છે કે સમયનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી, બે બનાવો વચ્ચે થોડુંક અંતર માત્ર છે, જેને ટાઈમ એન્ડ સ્પેસ કહે છે.
જે ગમે તેટલું હોઈ શકે છે, પરંતુ મનુષ્યના પોતાના જ્ઞાન અને અનુભવને આધારે લાંબું કે ટૂંકું લાગતું હોય છે.
તો પછી સમય જેવું કશું છે જ નહીં ? સવારથી સાંજ સુધી અને સાંજથી સવાર સુધી ૨૪ કલાક હોય છે.
આ ૨૪ કલાકમાં આપણે કેટલાંયે કામ કરીએ છીએ. ઘડિયાળ પોતાની ગતિથી ચાલે છે, ઉગમણી દિશાએ સૂર્યનો ઉજાસ પથરાય છે. તો સાંજે સોનલ વરણી સંધ્યા ખીલે છે.બધું સ્પષ્ટ જણાય છે, પણ આઇસ્ટાઈનના મત મુજબ આ બધો ભ્રમ જ છે, તો પછી આખું જગત ભ્રમ બની જશે.વાસ્તવમાં આખો સંસાર ભ્રમ છે, વેદાંત દર્શન મુજબ આખું જગત માયામય છે. માયા એટલે જે નથી તે થતું દેખાય છે. જેનું અસ્તિત્વ નથી, તેનો ભાસ થાય છે. શ્રીમદ્ શંકરાચાર્યે માયાની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે— "माया यया जगत्सर्वमिदं प्रसूयते" - ३ ते ४ माया છે, જેનાથી આ જગત પેદા થયું છે.
આથી જ નરસિંહ મહેતા કહે છે કે
“જાગીને જોવું તો જગત દિવસે નહીં,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે.”
ઈતિ
Suresh bhatt
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें